Vishvakarma Slider
Vishvakarma Slider
Vishvakarma Slide
First
Second
Third
Ad For Ad
Prantij_Data
previous arrow
next arrow

VIDEO ADVERTISE SECTION

ઇનામ વિતરણ બાબતની માહિતી

ABOUT US

                          શ્રી દંઢાંવ્ય પરગણા સતવારા કડિયા કેળવણી ઉત્તેજક મંડળ ની રચના વિક્રમ સંવત ૨૦૦૪ માં તારીખ ૨૯/૧૦/૧૯૪૭ ના શરદપૂર્ણિમા ની રાત્રે નિખાલસ હૃદયો ભેગા મળી, સમાજ ની સેવા થઇ શકે તેમજ સમાજ ના વિદ્યાર્થી ભાઈ-બહેનો ને કેળવણી ક્ષેત્રે મદદરૂપ થવાના હેતુ ને ધ્યાન માં લઇ કરવામાં આવી. ત્યાર બાદ તે વખત ના પ્રથમ પ્રમુખશ્રી કચરાલાલ બેચરદાસ (ગામ-વસાઈ) દ્વારા વિક્રમ સંવત ૨૦૧૦ ને તારીખ: ૧૨/૧૨/૧૯૫૨ ના રોજ આપણું આ મંડળ રજીસ્ટર કરાવવામાં આવ્યું.

               આપણા સમાજના શ્રમજીવી ભાઈઓના બાળકો જીવન માં ઉતરોત્તર પ્રગતિ કરી બીજા સમાજના બાળકો ની હારોહાર રહી પોતાના પરિવાર સમાજનો ઉત્કર્ષ કરે તેવી ભાવના સાથે સ્થપાયેલું આપણું મંડળ ખરેખર ઉમદા કાર્ય કરી રહ્યું છે. ૭૧ વર્ષમાં આ મંડળ ના અનેક પ્રમુખશ્રી, મંત્રીશ્રી ના માર્ગદર્શન હેઠળ મંડળે પ્રગતિ કરેલ છે. વર્તમાન સમયમાં દરેક સમાજ તેના જ્ઞાતિ બંધુઓને સાથે લઈને વિવિધ ક્ષેત્રે પ્રગતિની દિશામાં હરણફાળ ભરી રહ્યો છે, ત્યારે તેમાં આપણો દંઢાંવ્ય સમાજ પણ પાછળ નથી જે અભિનંદનને પાત્ર છે.

      આપણા મંડળના આધ્યસ્થાપક એવા સ્વ. શ્રી કચરાલાલ બેચરદાસ, વસાઈ ગામ ના વતની હતા. તેઓશ્રી સવંત ૨૦૦૪ વર્ષ: ૧૯૪૭ થી સવંત ૨૦૦૮ વર્ષ: ૧૯૫૧ સુધી મંડળની રચના કરી પ્રમુખ સ્થાને રહી તેમજ આજીવન વિવિધ સમિતિઓ માં રહી મંડળની અનહદ સેવા કરનાર એક નિડર, પ્રભાવશાળી વ્યક્તિ હતા. મંડળની બંધારણ સમિતિ તેમજ નાણા એકત્રિત સમિતિ માં રહી ઉમંગ અને ઉત્સાહ થી મંડળ ના પાયા મજબુત કરવા માં મહાન જવાબદારી અદા કરનાર તારીખ: ૨૯-૧૧-૬૪ ના રોજ ૭૫ વર્ષ ની વયે દેવશરણ થયેલ. તેઓશ્રી ને મંડળ તરફ થી સત્ સત્ નમન. 

          આજ ના પરિવર્તન યુગમાં સમાજના વર્ગો વિકાસ અને પ્રગતિના રાહે જતા હોય ત્યારે તેમના કદમ થી કદમ મિલાવવાની તાતી જરૂરિયાત ને આપણે સાર્થક કરી બતાવી છે. આપણા મંડળ દ્વારા સમૂહલગ્ન, તેજસ્વી તારલાઓ નું સન્માન, લગ્નોત્સુક યુવક-યુવતીઓના પરિચય મેળા નું આયોજન જેવી પ્રવૃતીઓ કરવામાં આવી રહેલ છે.

          ગત જનરલ સભા તારીખ ૦૧/૧૨/૨૦૧૮ ને શનિવાર ના રોજ સોજા ગામ મુકામે આયોજન કરેલ. તેમાં આપણા સમાજ ના એક જાગૃત સભાસદ દ્વારા વેબસાઈટ બનાવવા બાબતે સુચન કરેલ … કે વેબસાઈટ થકી એક જ મંચ ઉપર સમાજ ની તમામ માહિતી મેળવવી શક્ય છે. જેમ કે જરૂરી ફોર્મ ડાઉનલોડ, સભાસદો ની યાદી, ચાલુ તથા માજી હોદ્દેદારો ની યાદી, સમાજ દ્વારા આપવામાં આવતી સહાય/ સ્કોલરશીપ વગેરે ની માહિતી, દાતાશ્રીઓ ની યાદી, સામાજિક ફોટોગ્રાફ, સમૂહલગ્ન ની પત્રિકાઓ વગેરે જેવી અનેક સામાજિક માહિતી આંગરી ના ટેરવે મેળવી શકાય. જેનાથી ના માત્ર માહિતી મેળવી શકાય પરંતુ આ વેબસાઈટ ના કારણે સમાજને સ્ટેશનરી ખર્ચમાં પણ ધડ્ખમ ઘટાડો લાવી શકાય છે.

          આજનો યુગ ડીજીટલ યુગ છે. વિકસિત દેશો તેમાં આગળ નીકળી ગયા છે. જયારે ભારત જેવા વિકસતા દેશો પણ આ ક્ષેત્રમાં બહુ ઝડપ થે પ્રયાણ કરી રહ્યા છે. આ ક્ષેત્રમાં આપણે પાછળ ન રહી જઈએ અને વિકસતા જમાના સાથે કદમ થી કદમ મિલાવી ને આગળ વધતા જઈએ એની તાતી જરૂરિયાત છે.

          આપનો દંઢાવ્ય સમાજ પણ એમાં ઊણો ન ઊતરે તેવી દીર્ધદ્રષ્ટિથી, સમાજની વેબસાઇટ બનાવવાના સૂચનને સમાજના હોદ્દેદારો, આગેવાનો અને આવનારી પેઢીના યુવાનો – સભાસદો સૌએ સહર્ષ સ્વીકાર્યું એ એક ઐતિહાસિક અને આવકારદાયક પગલું છે.

          આપણા દંઢાવ્ય સમાજની, સહુને ઉપયોગી અને હાથવગી થઇ શકે તેવી તમામ માહિતી- દસ્તાવેજો આ વેબસાઇટ પર મુકાય, સમાજ માં દેશ-વિદેશ માં વસતા સભ્યો પણ તેનો લાભ લઇને સમાજની તમામ ગતિવિધિથી માહિતગાર થઇ શકે – એની કલ્પના પણ આપણને રોમાંચિત કરી મૂકે તેવી છે.

          ડીજીટલ ક્રાંતિના રાહ પર આપણું આ પગલું પ્રસંસનીય પુરવાર થાય અને ભવિષ્યમાં એ કીર્તિસ્તંભ બની રહે એવા ઉદ્દેશથી તૈયાર કરાયેલી આપણા દંઢાવ્ય સમાજની વેબસાઇટ આજે આપની સમક્ષ ખુલ્લી મૂકતા અત્યંત સુખદ લાગણી અનુભવાય છે, આજે વેબસાઇટ આપની સામે છે.

આપણા સમાજની અંદાજીત વસ્તી ૧૨૦૦૦ થવા જાય છે, તેમજ અંદાજીત સભાસદો ની સંખ્યા ૪૦૦૦ જેટલી થાય છે તથા આશરે ૩૦૦૦ જેટલા કુટુંબનો સમાવેશ થાય છે.

તારીખ :- ૩૦.૧૨.૨૦૧૮, રવિવાર

આપણો દંઢાંવ્ય સમાજ ઉત્તર ગુજરાત ના જુદા જુદા ગામોમાં વહેચાયેલો છે. જે ગામો ની યાદી નીચે મુજબ છે.

૧.આમજા ૮.ગોઝારીયાા ૧૫.લક્ષ્મીપુરા ૨૨.પાટણપુરા ૨૯.વસાઈ
૨.અમીપુરા ૯.હિંમતનગર ૧૬.લીંચ ૨૩.પીલવાઇ ૩૦.વેડા
૩.અમીપુરા-લીંચ ૧૦.જંત્રાલ ૧૭.લોદરા ૨૪.પ્રાંતિજ ૩૧.વિહાર
૪.ચરાડા ૧૧.કડી ૧૮.મહેસાણા ૨૫.સમૌં ૩૨.બેચરાજી
૫.દેત્રોપુરા ૧૨.ખરોડ ૧૯.માલોસણ ૨૬.સોજા ૩૩.દેત્રોજ
૬.દેવરાસણ ૧૩.ખેરવા ૨૦.માણસા ૨૭.ઉદલપુર ૩૪.સિદ્ધપુર
૭.ગણેશપુરા ૧૪.લાડોલ ૨૧.મેઉં ૨૮.વડાલી ૩૫.ઊંજા

News & Updates

SMALL ADS