શ્રી દંઢાવ્ય પરગણા સતવારા કડિયા કેળવણી ઉત્તેજક મંડળ

સંચાલિત ડીજીટલ યુવા મેળો

          આપણા મંડળ દ્વારા યોજવા માં આવેલ ડીજીટલ યુવામેળા માં સમાજના દરેક યુવક-યુવતી / વિધુર / છુટાછેડા વાળા વ્યક્તિ ભાગ લઈ શકે છે. આ એક ડીજીટલ યુવા મેળો છે, મતલબ કે ઉમેદવારનો  બાયોડેટા ઓનલાઈન સમાજ ની વેબસાઇટ ઉપર મુકવા માં આવશે. જેથી સમાજ ના વિવાહોત્સુક યુવક તથા યુવતી પોતાના માટે યથા યોગ્ય પાત્ર ની પસંદગી વેબસાઇટ ઉપર થી બાયોડેટા જોઈ ને કરી શકે. બાયોડેટા માં ઉમેદવાર નું નામ, સરનામું, ગામ, માતા પિતા નું નામ, મોસાળ ની વિગત, અભ્યાસ, નોકરી /ધંધા ની વિગત, જન્મ તારીખ, લેટેસ્ટ ફોટોગ્રાફ  વગેરે જેવી જરૂરી વિગતો મુકવામાં આવશે. આ વિગતો ૦૧ વર્ષ સુધી મંડળ ની વેબસાઈટ ઉપર લાઇવ રાખવામાં આવશે. જે ઉમેદવાર નું સગપણ થઇ જાય તેવા ઉમેદવારો એ મંડળ ને જાણ કરવાની રહેશે જેથી તેમનું નામ ઉમેદવાર લીસ્ટ માંથી કમી કરી વેબસાઇટ ઉપરથી બાયોડેટા ડીલીટ કરી દેવામાં આવશે. ૦૧ વર્ષ બાદ પણ જો સગપણ ના થયેલ હોય તો ઉમેદવાર ભરી થી સભ્ય ફી ભરી ને પોતાનો બાયોડેટા લાઇવ કરાવી શકે છે.

          ડીજીટલ યુવામેળા માં ભાગ લેવા ઇચ્છતા આપણા દંઢાવ્ય સમાજ નાં યુવક–યુવતીઓ માટે પ્રવેશ ફી રૂપિયા ૨૦૦/- મંડળ ને ભેંટ સ્વરૂપે આપવા ની રહેશે.

આ સિવાય અન્ય કોઈ સહાયતા માટે આપ અમારા ડીજીટલ યુવામેળા ના પ્રતિનિધિ નો સમ્પર્ક કરી શકો છો.

ડીજીટલ યુવા મેળા માટે પ્રતિનિધિ નું નામ તથા સંપર્ક સુત્ર

અલ્પેશકુમાર જગદીશભાઈ સથવારા (ગામ: સોજા)
સી/૩૮, હરિમુગટ બંગ્લોઝ, માનસરોવર ટાઉનશીપ પાસે,
આઈ.ઓ.સી. રોડ, ચાંદખેડા, અમદાવાદ
મોબાઇલ :- ૯૦૯ ૯૦૯ ૨૨૯૯

ડીજીટલ યુવા મેળાનું ફોર્મ

યુવા મેળો ૨૦૧૮ પુસ્તિકા